મુન્દ્રા ખાતે રેલ્વેના પાટામાં પગ આવી જતા યુવકના બન્ને પગ કપાયા..

Contact News Publisher

મળતી પ્રાથમિક વિગતો અનુસાર ગોપાલ સામરા ઉ.વ. ૧૮ આશરે રહે. ઝરપરા તા. મુન્દ્રા વાળો આજ રોજ બપોરે એટલે કે ૧૫/૧૨/૨૦૧૭ ના બપોરના ૨ વાગ્યાના અરસામાં એરપોર્ટ થી રેલ્વે ફાટક ની વચ્ચે ટ્રેન ના પાટા ઉપર આવી ગયો હતો જેથી તેના પેની થી નીચેના બન્ને પગ એકદમ કપાઈ ગયા હતા. જેને પ્રાથમિક સારવાર માટે અદાણી હોસ્પીટલ મુન્દ્રા ખાતે આપ્યા બાદ ઈજાગ્રસ્તને ભુજની એકોર્ડ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને ભુજ ખાતેની જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે ખસેડીને સીધો જ ઓપરેશન થીયેટર માં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું સાચું તથ્ય તો તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ લોકો અદાણી કંપની તરફ આ ઘટના બનવા પાછળ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે કે તેમની લાપરવાહી થી આવી ઘટના બનવા પામી છે. અત્યારે એની સારવાર ચાલુ માં છે. પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે તેવું જણાય છે. અહેવાલ – કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *