ભુજ શહેર બી-ડિવીઝન પોલીસે પકડી પાડી મહિલા જુગાર..

Contact News Publisher

બી-ડિવીઝન પોલીસને મળેલી બાતમીને આધારે રાજીવ નગરી, આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે રેઇડ કરતા ત્યાં થી મહિલા જુગારીઓને ઝડપી પાડવામાં આવી હતા. આ જુગાર માં (૧) ગીતાબેન લક્ષ્મણગર રામગર ગોસ્વામી ઉ.વ. ૩૫ રહે. મીરઝાપર તા. ભુજ (૨) મીનાબેન નવીનચંદ્ર ગીરધરલાલ ત્રવાડી ઉ.વ. ૫૦ રહે. સ્ટેશન રોડ, ભુજ (૩) જરીનાબેન ઈસ્માઈલ મામદ સુમરા ઉ.વ. ૪૫ રહે. ચાકીવાડી, ભીડનાકા બહાર, ભુજ (૪) ચાંદનીબેન જીતુ કાનજી રાઠોડ ઉ.વ. ૩૨ રહે. જબલેશ્વર કોલોની, દીવાદાંડી પાસે, માંડવી (૫) જ્યોતિ ઉર્ફે મીરાબેન ક્રિશ્નાભાઈ ઉ.વ. ૩૧ રહે. આર.ટી.ઓ. સર્કલ પાસે રાજીવ નગર, ભુજ વાળાને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓને જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે તીનપતીનો રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાથી પોલીસે આરોપીઓ પાસે થી રોકડા રૂપીયા ૧૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News