ભુજ માંથી શકુની શિષ્યોને પકડી પાડતી બી-ડિવીઝન પોલીસ..

Contact News Publisher

બી-ડિવીઝન પોલીસને મળેલી બાતમીને આધારે રામકૃષ્ણ કોલોની ભુજ ખાતે રેઇડ કરતા ત્યાં થી જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ જુગાર માં (૧) ઝવેરગર વિરકંધ ગૌસ્વામી ઉ.વ. ૫૭ (૨) સાગરગર ફૂલગર ગૌસ્વામી ઉ.વ.૩૨ (૩) સંજય મોહનગર ગૌસ્વામી ઉ.વ. ૨૦ (૪) ધનલક્ષ્મી વા/ઓ મોહનપુરી ગૌસ્વામી ઉ.વ. ૫૮ (૫) લક્ષ્મીબેન વા/ઓ પરેશપૂરી ગુંસાઇ ઉ.વ. ૩૦ (૬) મધુબેન વા/ઓ ભીમગર ગૌસ્વામી ઉ.વ. ૬૦ રહે. ૬૦ બધા રામકૃષ્ણ કોલોની ભુજ વાળાને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓને જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે તીનપતીનો રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાથી પોલીસે આરોપીઓ પાસે થી રોકડા રૂપીયા ૭૧૦/- તથા પટ માંથી રોકડા રૂપીયા ૧૬૦/- ઈમ કુલ્લે રોકડા રૂ. ૮૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News