2 મહિના બાદ ફરીવાર કેનેડિયન નાગરિકો માટે ભારતે શરૂ કરી ઇ-વિઝા સેવા, PM મોદી-ટ્રુડોની બેઠક પહેલાં મોટો નિર્ણય

Contact News Publisher

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. આ પછી, 21 સપ્ટેમ્બરના રોજ, ભારતની વિઝા જારી કરતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર વિઝા આપવાનું બંધ કરી દીધું હતું.  ભારતે ફરી એકવાર કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા શરૂ કરી છે. નોંધનીય છે કે 21 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. જો કે આ પછી 26 ઓક્ટોબરથી ભારતે કેટલીક વિશેષ શ્રેણીઓમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની વાત કરી હતી. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા સામેલ હતા. જોકે હવે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની ઈ-વિઝા અરજીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.