વડોદરાની કેનાલમાં ત્રણ દિવસમાં બીજો યુવક ડૂબ્યો

Contact News Publisher

વડોદરાની કેનાલોમાં ડૂબવાના બનાવો વારંવાર બની રહ્યા હોવા છતાં આવા બનાવો રોકવા માટે કોઈ પ્રયાસો થતા નથી.ગોલ્ડન ચોકડી પાસે બે દિવસ પહેલા નાહવા ગયેલો મધ્યપ્રદેશનો યુવાન ડૂબી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો મળ્યો નથી.છાણી અભિલાષા વિસ્તારની કેનાલમાં હાથ પગ ધોવા ગયેલો યોગેશ નામનો યુવક ડૂબી ગયો હોવાનો બનાવ બનતા વડોદરા હાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.