3 વિધાની ખેતી, 3,59,000નું દેવું, ધારીમાં બાકી લોનની બેંકની નોટિસ પર નોટિસો જોઈ ખેડૂતે મોત મીઠું કર્યું !

Contact News Publisher

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ.

પરિવારજનોએ 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ખિસ્સામાંથી  મળેલી બેંકની નોટિસ પોલીસે કબજે લીધી હતી. બેંકમાં લોન નહી ભરી શકવાથી વારંવાર મળતી નોટિસોના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસમાં આર્થિક સંકડામણના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ આવતાં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

બાલાભાઈ નાડોદ્રાએ બેંક ધીરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝનના dysp હરેશ વોરાએ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકારમાં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધીરાણની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે

Exclusive News