કચ્છમાં હાર્ટ એટેકથી 2 યુવકોના મૃત્યુ : ગુજરાતમાં હાર્ટ એટેકે ફરી ઉથલો માર્યો

Contact News Publisher

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે કચ્છમાં બે યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે. વિગતો મુજબ કચ્છ જિલ્લાના ભુજમાં બે યુવકોનું હ્યદય બંધ પડી જતાં મોત થયું છે.

કચ્છમાં હાર્ટ એટકથી વધુ 2 યુવકોના મૃત્યુ થયાના કિસ્સા સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભુજમાં 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મૃત્યુ થયુ છે. આ તરફ ભુજમાં જ 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મૃત્યુ થયુ છે.

શું તમને ખબર છે કે, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.

જો વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે તો હાર્ટના સોજાને ‘માયોકાર્ડિટિસ’ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં હાર્ટના મસલ્સમાં સોજો આવી જાય છે. જેનાથી શરીરને બ્લડ સપ્લાયમાં મુશ્કેલી આવે છે. તેના કારણે હાઈ બીપી, હાર્ટ એટેક, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ જેવો મોટો ખતરો થઈ શકે છે. આ ખતરો મોટો તો છે પરંતુ તમે લક્ષણોને ઓળખી સમય પહેલા સારવાર શરૂ કરો તો ગભરાવવાની જરૂર નથી પડતી.
હાર્ટમાં સોજા આવવાના લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ
છાતીમાં દુખાવો
તાવ અથવા ગળામાં ખીચખીચ
ચક્કર અને બેભાન થવા જેવો અનુભવ થવો
સાંધામાં દુખાવો અને માથામાં દુખાવો
હાર્ટ બીટ વધી જવી અથવા અનિયમિત થઈ જવી
આળસ અને થાક લાગવો