ગુજરાતમાં ફરી દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો! 350 કરોડનું ડ્રગ્સ પકડાયુ

Contact News Publisher

ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો છે. દરિયાઈ માર્ગે કેટલાક ખલાસીઓ નશીલા પદાર્થો ફિશિંગ બોટમાં વેરાવળ આવ્યા હતા. ખલાસીઓ પાસેથી અંદાજે 350 કરોડની રકમનો મોટો જથ્થો મળી આવ્યો છે. મળી આવેલો જથ્થો હેરોઈન કે ચરસ હોવાની શક્યતા છે. હાલ આ મામલે FSL, ગીર સોમનાથ SOG, LCBએ સઘન તપાસ શરૂ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા મળી છે..ગીર સોમનાથના દરિયા કિનારેથી 350 કરોડનું હેરોઈન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે..વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડા પાડી કરાઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG અને NDPSની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ છે. દરિયા કિનારેથી 50 કિલો સીલ બંધ પેકેટનો જથ્થો મળી આવ્યો. ત્રણ મુખ્ય આરોપી સહિત નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે..ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે.