ગુજરાતમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રિડેવલપમેન્ટ માટે આવી મોટી ખબર સામે આવી છે

Contact News Publisher

ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટેની નોટિસ ફટકારી છે. 30 થી 50 વર્ષ જુના અને રીપેરીંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ, છત કે અન્ય ભાગો પડવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી 127 કોલોનીના 30 હજાર મકાનોને નોટિસ ફટકારી રીપેર કરવા કે રીડેવલપમેન્ટ જોડાવવા જણાવ્યું છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના ચીફ એન્જિનિયર એચવી ઝડફિયાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી હાઉસિંગ બોર્ડે 1011 સોસાયટીઓ બનાવી છે. જે પૈકી 971 કોલોનીઓ 1998 પહેલા બનાવેલી છે. જેમાં 517 કોલોની 3/4 માળના ફ્લેટની બનાવેલી છે. કોલોનીઓ જૂની થયા બાદ સર્વેની કામગીરી કરતા 361 કોલોનીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ના હોવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જેમાં હાઉસિંગ બોર્ડે 25 ટીમ બનાવી 127 અતિ જર્જરીત કોલોનીઓને આઇડેન્ટિફિકેટ કરી નોટિસ ફટકારવામાં આવી.