ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જવા જેવું છે

Contact News Publisher

 વન વિભાગ દ્વારા તાજેતરમાં માનવજાત માટે નુકસાનકારક એવા કોનોકાર્પસ વૃક્ષના ઉછેર પર ગુજરાતમાં પ્રતિબંધ લગાવ્યો છે. તે બાદ અનેક પાલિકાઓએ આ વૃક્ષ કાપવાન કવાયત હાથ ધરી હતી. પરંતું હજી પણ આ વૃક્ષો જોવા મળે છે. ત્યારે આ છોડ માનવજાતિનું વિનાશ નોતરી શકે છે. આ રાક્ષસી છોડ કોનોકાર્પસ ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે. તેનો પુરાવો આપતો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. સાણંદમાં એક પિતાએ આક્ષેપ કર્યો કે, મારી 3 વર્ષની બાળકી કોનોકાર્પસના ઇન્ફેક્શનથી 6 માસથી પિડાય છે. જો તમારી આસપાસ પણ આ છોડ હોય તો ચેતી જજો, તમે પણ બીમારીની ઝપેટમાં આવી શકો છો.

આ વૃક્ષના મૂળ આસપાસના સ્ટ્રક્ચર્સને નુકશાન કરે છે અને જમીનમાંથી વધુ પ્રમાણમાં પાણી શોષે છે. આ બધાં કારણોના કારણે તેને હાર્મફુલટ્રી ગણવામાં આવે છે. પાકિસ્તાન અને ગલ્ફના દેશોએ તેને મ્યુનિ.ગાર્ડન ડીપાર્ટમેંટમાં તેના વાવેતર માટે બેન પ્રતિબંધિત કર્યુઁ છે. કોનોકૉર્પસ શ્વસન રોગો અને વિભિન્ન ઍલર્જીનું કારણ બને છે. આ વૃક્ષોના મૂળિયા ઘણા મજબૂત હોય છે. જેથી તેઓ જમીનમાં ઊંડે સુધી ઉતરીને પાઇપલાઇનોને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત આસપાસની દિવાલો અને બાંધકામને પણ કોનોકૉર્પસથી નુકસાન પહોંચવાની ભારે શક્યતા છે. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂજળ શોષી લે છે. વનસ્પતિશાસ્ત્રીઓના દાવા મુજબ કોનોકૉર્પસ માણસનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.