25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરશે

Contact News Publisher

ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ: દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે. હવે ₹ 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનીને તૈયાર થઈ ગયો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે. ત્યારે PM મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. દ્વારકામાં તારીખ 24-25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી જગતમંદિરે દર્શન કરી રાત્રિરોકાણ કરશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. ત્યારે આ સિગ્નેચર બ્રિજની ખાસિયતો પર એક નજર કરવા જેવી છે.

આ બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ કેમ આપવામાં આવ્યુ છે તેની એક ખાસિયત છે. કુલ 2300 મીટર (2.3 કિમી) લાંબો પુલ છે. જેમાં કેબલ સ્ટેડ પાર્ટની લંબાઈ 900 મીટર છે. સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો છે. જેમાં 4 લેન વાહનોનો પુલ બંને બાજુએ 2.5 મીટર સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોર છે. જેમાં લોકો ચાલતા ચાલતા જઈ શકે છે. બ્રિજના સ્ટ્રક્ચરલ એન્જિનિયર આનંદ શાહે આ બ્રિજની ખાસિયતની માહિતી આપી છે.
સિગ્નેચર બ્રિજની ખાસિયત