અમદાવાદમાં AMCની ઉલટી ગંગા વહી, રસ્તાઓ પહોળા કરવાના બદલે સાંકડા થઇ રહ્યાં છે, વાહનચાલકો હેરાન

Contact News Publisher

અમદાવાદમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ તરફ વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને રોડ ની ડીઝાઈન બનાવવામાં આવે છે ત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ હવે વાહનોની સંખ્યાને આધારે નહીં પરંતુ નવા લૂક સાથે સાંકડા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ અન્ડર બ્રીજ થી ડફનાળા સુધીનો જે સૌથી પહોળો રસ્તો હતો તેને હવે સાંકડો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના શાહીબાગ અંડર બ્રિજથી ડફનાળા ચાર રસ્તા તરફ જઈ રહેલો આ રસ્તો કે જે પહેલા ખૂબ રસ્તો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો ભૂતકાળમાં ભાગ્ય જ જોવા મળતા હતા. જોકે હવેત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રસ્તાને મોડીફાઇડ કરવામાં આવી રહ્યો છે. પહેલા આ રોડ 34.03 ફૂટનો હતો જે હવે 24.09 ફૂટનો રોડ બનશે. આ સાથે જૂની ફૂટપાથ 4.2 ફૂટની હતી તો નવી બનાવી 9.5 ફૂટની એટલે કે કુલ ફૂટપાથ 13.7 ફૂટની તૈયાર કરાઈ છે.

આ તરફ જે ફૂટપાથ હયાત હતી તે નથી ડબલ ફૂટપાથ અત્યારે તૈયાર કરવામાં આવી છે. જેના કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જે બાબતે સ્થાનિકોએ પણ અને એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેને લઈ હવે હાલ કામ બંધ કરી દીધું હોવાનું વિગતો AMC તરફ થી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું છે કે, રસ્તો સાંકડો હોવાને કારણે મોટા વાહનોને યુ ટર્ન લેવામાં તકલીફ પડી રહી છે.