ગુજરાતમાં ફરી મધદરિયેથી ઝડપાયું કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ

Contact News Publisher

ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજું થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી અંદાજિત 480 કરોડ રૂપિયાના 70થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સયુંકત ઓપરેશનમાં 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. સંયુક્ત ઓપરેશન પાર પાડ્યા બાદ ડ્રગ્સ અને આરોપીઓને ગુજરાત દરિયા કાઠે લાવવામાં આવશે.