ડાયાબિટીસ-બ્લડ પ્રેશર બાદ કેન્સરની નકલી દવાઓ વેચતાં ઝડપાયા

Contact News Publisher

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ નવ બ્રાન્ડની નકલી કેન્સરની દવાઓ જપ્ત કરી છે. તેમાંથી સાત દવાઓ વિદેશી બ્રાન્ડની છે જ્યારે બે ભારતમાં બનાવાતી નકલી દવાઓ છે. પોલીસે કહ્યું કે આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં અપાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં એન્ટી ફંગલ દવાઓ ભરીને વેચતા હતા. આરોપીઓ એવા દર્દીઓને નિશાન બનાવતા હતા જેઓ દિલ્હી બહારથી આવતા હતા. ખાસ કરીને હરિયાણા, બિહાર, નેપાળ અથવા આફ્રિકન દેશોમાંથી આવતા દર્દીઓને નિશાન બનાવવામાં આવતા હતા.