જામનગરના કોંગી કોર્પોરેટર સહિત બે ઇસમો સામે વીજ ચોરીને લઈને ગુનો નોંધાયો

Contact News Publisher

જામનગરમાં ખાટકીવાડ વિસ્તારમાં વોર્ડ નંબર ૧૨ ના વર્તમાન કોંગી કોર્પોરેટર દ્વારા મોટાપાયે વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. પોતાના મળતીયા દ્વારા ૩૬ રૂમ વાળા એક બિલ્ડીંગમાં ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ તે રૂમ ભાડેથી આપીને વીજ ચોરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વીજ ચેકિંગ ટુકડીએ પોલીસ બંદોબસ્ત સાથે દરોડો પાડી મસમોટી વીજ ચોરી પકડી અને તેના મળતીયા સામે રૂપિયા ૩.૪૯ લાખનો વીજ ચોરી અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને ભારે ચર્ચાજાગી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખાટકીવાસ વિસ્તારમાં જામનગર પીજીવીસીએલ ની ટીમના અધિકારી કોમલબેન ચંદારાણા અને અન્ય વિજ સ્ટાફ   પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ માટે પહોંચી ગયો હતો, અને સિટી એ. ડિવિઝન ના પી.આઇ. એન.એ. ચાવડાની હાજરીમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Exclusive News