11 દિવસમાં વેચાઇ ગયા હતા 3300થી વધુ Electoral Bond, SBIએ સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી

Contact News Publisher

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યુ છે જેમાં 15 માર્ચ 2024 સુધી ખરીદવામાં આવેલા અને કેશ કરવામાં આવેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે.SBI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર એક એપ્રિલ 2019થી લઇને તે વર્ષે 11 એપ્રિલ 2019 સુધી કુલ 3346 વેચાઇ ગયા હતા જેમાંથી કુલ 1609 બોન્ડ કેશ કરાવવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ એક ઐતિહાસિક ચુકાદામાં કેન્દ્રની ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને રદ કરતા તેને ગેરબંધારણીય ગણાવી હતી અને ચૂંટણી પંચને દાન દાતાઓ, તેમના દ્વારા દાન કરવામાં આવેલી રકમ અને તેને મેળવનાર પાર્ટીઓનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો.

Exclusive News