નકલી વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું રાજ્યવ્યાપી કૌભાંડ CID ક્રાઇમે ઝડપ્યું

Contact News Publisher

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં CID ક્રાઈમના દરોડા. વિદેશ જવાની લ્હાયમાં ઘણાં લોકો પોતાના છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશનો મોહ વધ્યો છે. એનો ફાયદો લાલચુ એજન્ટો લઈ રહ્યાં છે. આવું જ મસમોટું નકલી વિઝા કૌભાંડ ઝડપાયું. ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી.એજન્ટો  લાખો રૂપિયા ચાંઉ કરીને હાથ અધ્ધર કરી દેતા હોય છે. ત્યારે આ અંગે સીઆઈડી ક્રાઈમની ટીમે ગુજરાતમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમોએ ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં દરોડા પાડીને આવા નકલી એજન્ટો અને તેમના સેન્ટરો પર કાર્યવાહી હાથ ધરી છે.