અરવલ્લી : ભુવાલમાં કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી, હત્યા બાદ પતિએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Contact News Publisher

મેઘરજના ભુવાલ ગામમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી દીધી છે. હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુવાલ ગામમાં બુધવારે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પણ ગળામાં કુહાડી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ થતા જ ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. જોકે, પતિએ ક્યાં કારણોસર પત્નીની હત્યા કરી તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.