તોબા પોકારી જશો! ગુજરાતના આ 5 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગે કરી ધગધગતી આગાહી

Contact News Publisher

રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.

43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે
જો તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.