અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પીધી દવા, PI પર પતિને માર મારવાનો આરોપ

Contact News Publisher

અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ  કરવાની ઘટના સામે આવી છે.  મહિલા કોન્સ્ટેબલે PI સુનિલ ચૌધરી અને ડી સ્ટાફના ત્રાસને લઈ  આત્મહત્યાનો પ્રયાસ કર્યાના આક્ષેપ થયા છે.

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલે  પોલીસ સ્ટેશનનો વીડિયો પર શેયર કર્યો છે.. વીડિયોમાં PI મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાઇ રહ્યા છે..વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના હાથમાં બેલ્ટ જેવી કોઇ વસ્તુ છે જેનાથી તે યુવકને માર મારી રહ્યા છે.

દારૂના કેસમા ફસાવવાની ધમકી આપવાનો આક્ષેપ 

માર મારવા સાથે PIએ કોન્સ્ટેબલના પતિને દારૂના કેસમા ફસાવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલના પતિને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસથી ધંધુકા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે.