સાબરકાંઠાના વડાલીમાં રમણલાલ વોરા સાથે કરી ઝપાઝપી

Contact News Publisher

સાબરકાંઠના વડાલીમાં ભાજપના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ થયો છે. વિરોધ કરવા પહોંચેલા લોકોએ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ઝપાઝપી કરી હતી. વિરોધને લઈ રમણલાલ વોરાએ આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના મળતિયાઓએ વિરોધ કર્યો છે.
સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યક્રમમાં ઝપાઝપી
વડાલી ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હોબાળો થયો હતો. જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ઝપાઝપી થઈ હતી. આ અંગે રમણલાલ વોરાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ક્ષત્રિય સમાજનું બહાનું કાઢી અન્ય લોકોને સાથે રાખી ક્ષત્રિય સમાજના નામે હોબાળો કર્યો હતો અને બેઠકમાંમાં ખલેલ પહોંચાડી હતી. રમણલાલ વોરાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરવાનો અધિકારી ભોગવે પરંતુ કોંગ્રેસ અને તેના મળતિયાઓ ક્ષત્રિય સમાજના નામે જે કામ કરી રહ્યાં છે, તેના કારણે ક્ષત્રિય સમાજને આગામી દિવસોમાં નુકસાન થશે.