આઇસક્રીમ, ખાદ્યતેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અશુદ્ધ મળ્યું, જાણીતી હોટેલના ખોરાકમાં ભેળસેળ

Contact News Publisher

મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ શાખાના ફૂડ સેફ્ટી ઈન્સ્પેકટરોએ ખાણી-પીણીની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યુ હતું..જે અંતર્ગત પીઝા હટ, સંગમ હોટેલ, ન્યુ અલકાપુરી હોટ્લમાંથી લીધેલા ખાદ્ય નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું એટલે કે નક્કી કરેલી ગુણવત્તાથી ઉતરતા હોવાનું સામે આવ્યું હતું.. એટલું જ નહીં શહેરમાં આઇસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી પણ અશુદ્ધ જોવા મળ્યુ હતું.

8 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ
સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલા નમુનાઓમાં 8 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલા છે. જે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે અગાઉ પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય દ્વારા મસાલા, દૂધ, ઘી, પનીર, તેલમાં ભેળસેળને લઇને ફરીયાદ કરી હતી.
જાહેર જનતાનાં આરોગ્યના હિતમાં મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું હતું