બસ કંડક્ટર ક્રિકેટ સટોડિયો, IPL સટ્ટામાં ટિકિટ ભાડાના પૈસા લગાડી દીધાં

Contact News Publisher

એક બસ કંડક્ટરે તો સટ્ટેબાજીના રસિયા નીકળ્યાં. આ મહાશયે આખા દિવસના ટિકિટના પૈસા આઈપીએલના સટ્ટામાં લગાડી દીધાં હતા અને મામલો સામે આવતાં ડેપોમાં હડકંપ મચ્યો હતો અને તાબડતોબ તપાસ હાથ ધરીને તેને સસ્પેંન્ડ કરી દેવાયો હતો. હરિયાણામાં રોડવેઝની બસમાં આ ઘટના બની હતી. અહીંનો એક કંડક્ટર પંકજ તિવારી 5 એપ્રિલે રોડવેઝની બસ લઈને દિલ્હી ગયો હતો ત્યાં તે દેહરાદુન ગયો અને 8 એપ્રિલે લખનઉ પાછો આવ્યો હતો.  આ દરમિયાન લાંબા અંતરના મુસાફરોની લગભગ 65 હજાર રૂપિયાની ટિકિટ કેશ બેગમાં હતી. 9 કે 10 એપ્રિલે ડેપોમાં જમા કરાવવાનું હતું, પરંતુ પંકજે તેમ ન કર્યું અને પૈસા લઈને દસ દિવસ સુધી ગાયબ થઈ ગયો. તેણે આ રકમનું રોકાણ આઈપીએલ સટ્ટાબાજીમાં કર્યું હતું. કૈસરબાગ બસ સ્ટેશનના ઇન્ચાર્જ એસ.કે.ગુપ્તાની મિલીભગતથી આ ખેલ ખેલાયો હતો. કેશ બેગ સમયસર જમા કરાવવાની જવાબદારી ઈન્ચાર્જની હતી, પરંતુ તેમણે દસ દિવસ સુધી આ બાબત છુપાવી રાખી હતી. જ્યારે આ કેસનો પર્દાફાશ થયો ત્યારે રોકડ રકમની થેલી ગુપ્ત રીતે જમા કરાવવામાં આવી હતી. અધિકારીઓએ કંડક્ટરના આ કૃત્યને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને તેની સામે એફઆઈઆર પણ નોંધાવી ન હતી.

સરબાગ ડેપોના ડ્રાઇવરોનું કહેવું છે કે જ્યારથી આઈપીએલની મેચ શરૂ થઇ છે ત્યારથી કંડક્ટર પંકજ તિવારી ઘણી વખત મોબાઇલ પર સટ્ટો રમતો જોવા મળ્યો હતો.ઝડપાઈ જતાં કંડક્ટર પંકજ તિવારીએ 10 દિવસ બાદ 65000 રપિયા પાછા આવ્યાં હતા. જણાવાઈ રહ્યું છે કે તે લગાવેલો સટ્ટો હાર્યો હતો આ રીતે તેને 65,000 રુપિયા વધના ભરવાના આવ્યાં હતા. હાલમાં તેને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવાયો છે. આરોપી કંડક્ટર વિશે બીજી પણ ફરિયાદો છે કે તે ટિકિટના પૈસા સમયસર ડેપોમાં જમા કરાવતો નહોતો. તેથી આશંકા છે કે તેણે આ બધા પૈસા ક્રિકેટના સટ્ટામાં લગાડ્યાં હશે અને પછી નિરાંતે ડેપોમાં જમા કરાવ્યાં હતાં.