માત્ર કેશ નહીં, હવે UPIથી પણ જો વોટરને પૈસા મળશે તો RBIની ચાંપતી નજર રહેશે

Contact News Publisher

દેશની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-બેંક પેમેન્ટ ઓપરેટર્સ કે ઓનલાઈન પેમેન્ટ કંપનીઓ પર મોટી જવાબદારી આપી છે. રિઝર્વ બેંકે આ ઓનલાઈન કંપનીઓ પાસે હાલની ચૂંટણી વખતે હાઈ વેલ્યૂ વાળા મર્ચન્ટ પેમેન્ટની દેખરેખ કરવા અને રિપોર્ટ કરવા માટે કહ્યું છે. એવું એટલા માટે કારણ કે પૈસા વોટ ખરીદવાની કોઈ પણ કવાયત પર રોક લગાવી શકે.

રિઝર્વ બેંકની તરફથી 15 એપ્રિલ 2024એ લખેલા એક પત્રમાં Payment System Operators પાસે મતદાતાઓને પ્રભાવિત કરવા કે પરોક્ષ રીતે ચૂંટણી ઉમેદવારોને ધન આપવા માટે ઈ-ફંડ ટ્રાન્સફર સિસ્ટમના સંભવિત દુરૂપયોગને રોકવા માટે કહ્યું છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે વોટરને પ્રભાવિત કરવા માટે પેમેન્ટની વિવિધ રીતનો ઉપયોગ કરવામાં આવી શકે છે. બની શકે છે કે કોઈ ઉમેદવાર કે રાજનૈતિક પક્ષ  ઓનલાઈન રીતે વોટર્સને પૈસા ટ્રાન્સફ કરે જેથી તે મતદાતા કોઈ ખાસ ઉમેદવારના પક્ષમાં વોટ આપે. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે પેમેન્ટ કંપનીઓ ખાસ રીતે હાઈ વેલ્યૂ પેમેન્ટ કે સસપિશિયસ પેમેન્ટને ટ્રેક કરે. સાથે જ રિકરિંગ પર્સન ટૂ પર્સન પેમેન્ટને પણ ચેક કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે પીએસઓમાં વીસા, માસ્ટરકાર્ડ અને રૂપે જેવા નેટવર્ક આવે છે.

તેની સાથે જ Razorpay, Cashfree, CCAvenue and Mswipe જેવી ફિનટેક કંપનીઓ બધા રેગ્યુલેટડ પેમેન્ટ એગ્રીગેટર છે. બજારમાં સેવા આપી રહેલી કંપની જેમ કે પેટીએમ, ફોનપે, ભારતપે અને મોબિક્વિક જેવી અન્ય કંપનીઓ મોબાઈલ વોલેટ લાયસન્સ ધારક છે. સેન્ટ્રલ બેંકે પોતાના આદેશમાં ભારતીય ચૂંટણી આયોગ દ્વારા વધારવામાં આવેલી ચિંતાઓનો હવાલો આપ્યો છે. તેમણે પેમેન્ટ કંપનીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા અને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે ચૂંટણી વખતે કેશનું ચલન વધી ગયું છે. આરબીઆઈએ સામાન્ય રીતે બેંકને કેશના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.