ગુજરાતમાં ફરી ગરમીનો પારો જશે આસમાને, તાપમાન પહોંચી શકે છે 40 ડિગ્રીને પાર

Contact News Publisher

રાજ્યમાં ફરી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યનાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વીવી નગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે.
ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો
ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી.
આટલું કરશો

બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું, ઉઘાડા પગે બહાર ન જવું
બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા

Exclusive News