ગેસ ગળતરના લીધે બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત, કૂવામાં કામ કરતા ગૂંગળામણથી બની દુર્ઘટના

Contact News Publisher
બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવી હતી. જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો.  મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા.  ત્યારે કુંડીમાં  એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી. બેભાન થઈ ગયેલ મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યું
મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગૂંગળામણનાં કારણે બેભાન થઈ ગયા હતા. મજૂરો બેભાન થઈ ગયાની જાણ મિલનાં કામદારોને થતા તેઓ તાત્કાલીક ફાયર ફાઈટર વિભાગને આ બાબતે જાણ કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી શ્રમિકોનો બહાર કાઢી તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલીક સારવાર અર્થે ખસેડાતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
વધુ વાંચોઃ કુંભાણી ગેમ રમી ગયા અને ભૂગર્ભમાં ઉતરી ગયા!, ચૂંટણી પંચ હવે સમગ્ર મામલે કરશે તપાસ
શ્રમિકોને ઓક્સિજન ટેન્ક ચાલુ કરતા ન આવડીઃ જયપ્રકાશ મહેશ્વરી (ડિરેક્ટર)
આ સમગ્ર ઘટનાં બાબબતે પેપર મિલનાં ડિરેક્ટર જય પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પેપર મિલમાં ગુંગળામણનાં કારણે મોત નિપજ્યાની જાણ થતા હું તાત્કાલીક મિલ ખાતે આવી પહોંચ્યો હતો. તેમજ અમારી પાસે ઓક્સિજન ટેન્ક હતી. જે લઈને શ્રમિકો નીચે ઉતર્યા હતા. પરંતું શ્રમિકોને તે ટેન્ક ચાલુ કરતા ન આવડતા ઉપયોગ કરી શક્યા ન હતા.

Exclusive News