એક સમયનાં કચ્છનાં ભાજપનાં ટોચનાં નેતા જયંતીભાઈ ભાનુશાલીની ટ્રેનમાં હત્યા..

Contact News Publisher

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલીની ગત રાત્રે ટ્રેનમાં એ.સી.કોચમાં મોઢામાં અને છાતીમાં ગોળી મારી બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી છે.

જયંતીભાઈ ભાનુશાલી એક સમયે કચ્છ ભાજપનાં ટોચનાં નેતા હતા, પણ છેલ્લા સમયથી તેઓ સતત વિવાદમાં સપડાયા હતા ,પણ જયંતીભાઈ ભાનુશાલીનો જીવ લેવા કોણ ઉત્સુક હશે એ પ્રશ્ન જયાં સુધી પોલીસ આરોપીને શોધી ન લે ત્યાં સુધી માત્ર એક રહસ્ય બની રહેશે.

જોકે જયંતીભાઈનાં પરિવારજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે આ હત્યા રાજકીય હત્યા છે.

મૂળ અબડાસાનાં કનકપર ગામનાં રહેવાસી અને હાલ અમદાવાદ રહેતા જયંતીભાઈ ભાનુશાલી ગત રાત્રે ૭ મી જાન્યુઆરીએ સયાજીનગરી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ મધરાત્રે ગોળી મારી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ભુજ કચ્છથી  દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં આ ઘટના બની છે. કટારીયા અને સુરજબારી રેલવે સ્ટેશન વચ્ચે આ ઘટના મધ રાત્રે બની છે. તેને આંખમાં ને છાતીમાં ચાલતી ટ્રેનમાં ગોળી મારવામાં આવી છે.

કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ અબડાસા ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈની હત્યા કોણે કરી અને કયા કારણે કરી છે તેની વધુ વિગત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

હાલ પ્રાથમિક વિગતો મુજબ ભુજ થી મુંબઈ જઇ રહેલી સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચ માં તેમની લાશ મળી આવી છે, અને હાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાશ લઈ અવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , જયંતીભાઈ ભાનુશાલી છેલ્લે 5મી જાન્યુઆરી શનિવારે સાંજે રાતાતળાવ ખાતે ગૌવંશ બચાવ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા , પરંતુ ત્યારે પણ ગૌવંશ બચાવ યાત્રાનાં લાગેલાં બેનરમાં જયંતીભાઈની તસવીર ઉપર કોઈએ કાળી શાહી લગાડી વિરોધ કર્યો હતો.

રાત્રે દોઢ વાગ્યે આ બનાવની જાણ થતાં ટ્રેનને માળીયા સ્ટેશને રોકી દેવાઈ હતી. હત્યાનો બનાવ કટારીયા અને સૂરજબારી સ્ટેશન વચ્ચે બન્યો હતો. ટ્રેન ને માળીયા સ્ટેશને રોકી 108 ને બોલવાઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસે આગળ તપાસ શરૂ કરી છે. રાત્રે દોઢ વાગ્યે રેલવે પોલીસ એક મેસેજ ફરતો કર્યો હતો કે જયંતીભાઈ ભાનુશાલી નામનાં એક પ્રવાસીની 19116 સયાજીનગરી ટ્રેન ના ફર્સ્ટ એસી કોચમાં હત્યા થઈ છે અને ટ્રેન માળીયા રોકી દેવાઈ છે.

અત્રે પ્રશ્ન એ પણ ઉદભવે છે કે કોઈ જાણભેદુ સિવાય આ ઘટનાને અંજામ આપવો મુશ્કેલ છે, એક વાત સ્પષ્ટ થાય કે કોઈ વ્યક્તિ જયંતીભાઈ ભાનુશાલીની સતત રેકી કરતું હશે , અને પીછો કરી છેક ચાલતી ટ્રેનમાં એનાં કોચ સુધી પહોંચી અને લાગ જોઈ રાત્રે આ બનાવને અંજામ આપી દીધો હશે.

આ હત્યા ના બનાવની અને તપાસ વિશેની વધુ વિગતો મેળવાઈ રહી છે. પરંતુ જેન્તી ભાનુશાલીની હત્યાના સમાચાર થી કચ્છ સહિત ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે..

  • માળીયાથી તેમના મૃત દેહને અમદાવાદ લઈ જવાઈ રહ્યો છે..
  • અમદાવાદમા તેમના મૃત દેહનો ફોરેન્સિક પોસ્ટમોટમ થસે..
  • રેલ્વે કોચમાં તેમનું મર્ડર થયું તે કોચ ને અમદાવાદ સ્ટેશને તેને બંદ કરી તેનું ફોરેન્સિક પરીક્ષણ થઈ રહ્યું છે.
  • પેસેંજરને બીજા કોચમાં ખસેડાયા..

 

બિહારના પ્રભારી અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે ભાજપના જયંતિ ભાનુશાલીની હત્યા બાબતે દૂ:ખ વ્યક્ત કર્યું..

જયંતિભાઈ ભાનુશાલી અબડાસાના પૂર્વ ધારાસભ્યના મૃત્યુ અંગે શોકની લાગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી છે. જયંતિભાઈ ભાનુશાલી સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે અને ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિત્વના કાળ દરમિયાન એક પૂર્વ ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો તેવું શક્તિસિંહે ઉમેર્યું હતું. જયંતિભાઈ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે તેવું ચિંતા પણ શક્તિસિંહે વ્યક્ત કરી હતી. પોલીસ તંત્રમાં ખુબ જગ્યાઓ ખાલી છે અને ફિક્સ પગાર જેવી ભાજપ સરકારની નીતિના કારણે સરકારી તંત્રમાં એક માયુસી અને શિથિલતા પેદા થઈ છે. રાજ્ય સરકારની IB (ઇટેલીજન્સ બ્યુરો) નું કામ ખુફિયા માહિતી મેળવીને ગુનાહિત પ્રવૃત્તિ ન બને તેની આગોતરી ચિંતા કરવાનું હોય છે પરંતુ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની IB (ઇટેલીજન્સ બ્યુરો) નો ઉપયોગ માત્ર રાજકીય ફાયદા માટે જ કરે છે અને પોતાના રાજકીય સ્વાર્થ માટે IB (ઇટેલીજન્સ બ્યુરો) ના દુરઉપયોગનાં કારણે જે રાજ્યની અને રાજકીય નેતાઓની સુરક્ષા માટેનું IB (ઇટેલીજન્સ બ્યુરો) નું કામ છે તે થઈ શકતું નથી અને પરિણામે જયંતિભાઈ ભાનુશાલીની હત્યા જેવી કમનસીબ ઘટનાઓ બને છે..

 

તસવીર અને અહેવાલ :

કિરણ ગોરી – ભુજ,

વિનોદ સાધુ – ભચાઉ.

જગદીશ રમેશભાઈ ભાનુશાલી – નલિયા.

– મા આશાપુરા ન્યુઝ.

ભુજ કચ્છ.

૯૭૨૫૨ ૦૬૧૨૩ – ૩૭ ( ૧૫ નમ્બર પશ્ચિમ કચ્છ.),

૭૨૨૬૦ ૦૬૧૨૪ – ૩૩ (૧૦ નમ્બર પૂર્વ કચ્છ ) .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *