કચ્છની ઐતિહાસિક,અદ્વિતીય,અદભૂત કળાને નવા વાઘા સાથે નવી પેઢી સુધી લઈ જવાનો આધુનિક પ્રયાસ: સંજીરો

Contact News Publisher

કચ્છ આજે પણ પોતાની રેતાળ ભૂમિમાં પરંપરાગત કલા વારસાને ધરબીને બેઠો છે, કચ્છ અને કચ્છીયત આજે પણ એટલીજ ખુમારી સાથે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, ત્યારે કચ્છની ભાતીગળ કળાને આજનાં આધુનિક યુગમાં નવાં વાઘા સાથે નવી પેઢી સુધી  કચ્છની કીમતી  કળા ને સાચવી અને આગળ ની પેઢી સુધી માંગ મુજબ  અને બદલતા સમય પ્રમાણે વૈશ્વીક સ્તરે પહોચાડવાનો પ્રયાસ સંજીરો દ્વારા શરૂ કરી દેવાયો છે.

કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો છે કચ્છ જીલ્લા ની ખાસીયત તેની ભૌગોલિક પરિસ્થિતિ અને તેમાં વસતી વિવિધ જાતિઓ રહે છે, દરેક જાતિનાં અલગ અલગ પહેરવેશ અને પોતાની કળાનો વરસો છે,  બદલાતા સમય મુજબ આ કળા ને વંશ પરંપરાગત ધંધાનું સ્થાન આપવામાં આવ્યું છે.

“સંજીરો” કચ્છ એ આ કારીગરો ને ડાયરેકટ માર્કેટ આપશે જેનાથી બાયર સેલર (ખરીદનાર અને વેચનાર)વચ્ચેનો ગેપ ઓછો થશે અને કારીગરો ને તેમની મહેનત મુજબ મહેનતાણું મળી રહેશે ,હાલ ની પરિસ્થિતિમાં વચેટિયા દલાલ કે બજારની વ્યવસ્થા મુજબ કારીગરોને સૌથી ઓછુ  મહેનતાણું મળે છે જયારે આ વેબસાઈટ દ્વારા તેઓ સીધું માર્કેટિંગ કરી શકશે.

કચ્છનાં કારીગરોમાં વંશ પરંપરાગત કળા ભરપુર છે પરંતુ શિક્ષણ અને ટેકનોલોજીનો અભાવ છે જેથી સમય સાથે નો બદલાવ તેમને સ્વીકારવો અને અમલ મુકવો એ કઠીન પ્રશ્ન છે અને “સંજીરો કચ્છ ” દ્વારા કારીગરો માટે ટેકનોલોજીનાં ઉપયોગ થી તેમને વિશ્વ સ્તર પર સ્થાન અપાવવાનું છે.

દરેક કળા માં બહેનોની ભૂમિકા મહત્વની છે , કચ્છનાં અંતરિયાળ વિસ્તાર ની કળા ને પ્લેટફોર્મ નથી મળ્યું અમુક રીતી રીવાજ કે માન્યનતા ને કારણે બહેનો ઘર ની બહાર નથી નીકળી શક્તિ તો માર્કેટીંગ માટે બહાર આવવાનો પ્રશ્ન જ ઉભો જ નથી થતો. ત્યારે દરેક પ્રશ્નનું કઈક નિરાકરણ હોય જ છે , ત્યારે કચ્છની કળા સાચવી રાખનાર કારીગરો આ એપ્લિકેશન થી બજાર સુધી , ઘર ઘર સુધી પહોંચી શકશે , અને એ કામ કરશે સંજીરો .

વૈશ્વીક સ્તર પર પહોચવાની નવી નવી ડીઝાઇન ટેકનોલોજી માધ્યમ દ્વારા નવા આઈડીયા ડેવલોપ થશે જેનાથી કોઠાસુજ દ્વારા પારમ્પરિક કળા ને સમય સાથે નવી નવી પ્રોડક્ટ બની શકશે.

સમયાંતરે વિવિધ સ્થળે એક્ઝીબીશન યોજવા  જ્યાં લાઇવ ડેમો કે વોર્ક્શોપ પણ યોજવા જેથી  કોઈ એક પ્રોડક્ટ  બનવા પાછળ  જતો સમય અને મહેનત લોકો સમક્ષ આવે .ફેસ ટુ ફેસ મારકેટ મળે આવા તમામ આયોજન સાથે એક ઓનલાઈન માર્કેટિંગ માટેની એપ્લિકેશનનું લોન્ચિંગ કચ્છ કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનનાં કરકમળ દ્વારા થયું હતું.

જો આપ આ એપ્લિકેશન અંગે વધુ જાણવા માંગતા હો તો નીચેની link ને click કરો.

Sanjiro

Large storage for valuables and clothes

Sanjiro of kutch

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *