કચ્છની જીલ્લા નોંધ

Contact News Publisher

અંજાર પીજીવીસીએલ ખાતે એક વખતની

માફી યોજના મેળાનો લાભ લેવા અનુરોધ

ભુજ, ગુરૂવારઃ

    અધિક્ષક ઈજનેર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, અંજાર દ્વારા તાજેતરમાં રાજય સરકાર દ્વારા એક વખતની માફી યોજના-૨૦૧૭ જાહેર કરવામાં આવી છે.

    આ માફી યોજનાનો લાભ તા.૩૧/૧/૨૦૧૯ કે તે પહેલા કાયમી ધોરણે બંધ હોય તેવા ગ્રાહકો/બીન ગ્રાહકો કે જેમને તા.૩૧/૧/૨૦૧૯ સુધીમાં વીજળી અધિનિયમ-૨૦૦૩ ની કલમ-૧૨૬ અને કલમ-૧૩૫ હેઠળ પ્રથમ વખત પુરવણી બીલ આપેલ હોય તેવા કાયમી ધોરણે કપાયેલા હોય, હંગામી ધોરણે કપાયેલા હોય અને ચાલુ વીજ ગ્રાહકોને રાજય સરકારના ઠરાવ તા.૧૯/૨/૨૦૧૯ મુજબ માફી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

    ગ્રાહકો/બીન ગ્રાહકો રૂ.૫૦૦/- ની રકમ ભરપાઇ કરશે તો વીજ બીલની બાકી રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઇ કરવામાંથી મૂકિત મેળવી શકશે અને તેઓને પ્રવર્તમાન નિયમોનુસાર નવીન/પુનઃ વીજ જોડાણ મળી શકશે. રાજય સરકારની એક વખતની માફી યોજના-૨૦૧૭ અંતર્ગત પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, અંજાર ખાતે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ગ્રાહકોને યોજનાનો મોટા પ્રમાણમાં લાભ મળી શકે તે માટે આગામી તા.૨/૩/૨૦૧૯ના ૧૧.૩૦ કલાકે પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી પ્રાગણ બસ સ્ટેન્ડની પાછળ, રોટરી હોલની સામે, નવા અંજાર ખાતે યોજાનારા માફી મેળામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

 

ભુજ હાટ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી

માનધન યોજના અંગે માર્ગદર્શન કેમ્પ યોજાશે

ભુજ, ગુરૂવારઃ

    પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધાન યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું છે. અસંગઠ્ઠિત ક્ષેત્રોના શ્રમયોગીઓ અને કામદારો માટે પ્રધાનમંત્રીશ્રી શ્રમયોગી માન ધન યોજના જે એક પેન્શન યોજના છે તેની માહિતી હેન્ડિક્રાફટ અને તેના સંલગ્ન શ્રમયોગીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ આગામી તા.૨જી માર્ચ-૨૦૧૯ના સવારે ૧૧ કલાકે ભુજ હાટ બજાર, રિલાયન્સ મોલ સામે, મુન્દ્રા રોડ, ભુજ મધ્યે આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *