ગુજરાત રાજ્યની 56 નદીઓને સુજલામ સુફલામ યોજના ફેઝ 2 હેઠળ ઊંડી કરાશે.

Contact News Publisher

ગુજરાત સરકારે ૨ કરોડ ક્યૂબિક મીટર વધારાનો જળ સંગ્રહ કરવા માટે આ વર્ષે ૫૬ નદીઓને વધારે ઊંડી કરવાની યોજના તૈયાર કરી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, સુજલામ સુફલામ જળ અભિયાનના ફેઝ ૨ હેઠળ૮૦૧  કિમીની ૫૬ જેટલી નદીઓને ઊંડી કરવામાં આવશે.  નદી નવીનીકરણ પોલિસીની 2018-19 માટે  માર્ગદર્શિકા  નક્કી કરી દેવામાં આવી છે. પોલિસીનો મુખ્ય ધ્યેય નદીની ઈકો-સિસ્ટમ  જાળવવા માટે પાણીનું સ્તર અને પ્રવાહ જાળવી રાખવાનો છે. દરેક જિલ્લામાં 30 કિમીની લંબાઈ સાથે દરવર્ષે 1000 કિમી નદીઓને ટાર્ગેટ નક્કી કરાયો છે. 2019-20 માટેનું ફેઝ-2નું કામ સપ્ટેમ્બર 2018માં શરૂ થઈ ગયું અને રાજ્યની ૫૬ નદીઓમાં 801 કિમીના વિસ્તારનું કામ મંજૂર કરાયું છે. આ ઉપરાંત 5907 વોટર સ્ટોરેજ સ્ટ્રક્ચર અને અન્ય વધારાના જમીન ભેજ સંરક્ષણ કામોની યોજના કરવામાં આવી છે. આમ ૨ કરોડ ક્યૂબિક મીટર પાણીના સ્ટોરેજની કેપેસિટીનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટથી ગ્રામિણ વિસ્તારમાં મજૂરી કામ શોધી રહેલા લોકોને પણ રોજગારી મળી રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *