ઘન કચરાના નિકાલમાં 74 ટકા સાથે દેશમાં બીજા ક્રમે ગુજરાત.

Contact News Publisher

એક આરટીઆઈમાં થયેલા ખુલાસામાં દેશમાં એકત્ર થતા કુલ ઘન કચરામાંથી 53 ટકા કચરાનો નિકાલ કરવામાં આવે છે. ઘન કરચારનો નિકાલ કરતા રાજ્યોમાં છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગાણા ટોચના ક્રમમાં આવે છે.

કેન્દ્ર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યા મુજબ મિઝોરમ અને પશ્ચિમ બંગાળ ઉત્પન થતા ઘન કચરા પૈકી અનુક્રમ ફક્ત ચાર અને પાંચ ટકા કચરાને પ્રોસેસ કરે છે. મિઝોરમ દૈનિક 201 મેટ્રિક ટન તેમજ પશ્ચિમ બંગાળ 7,700 મેટ્રિક ટન ઘન કચરાનું ઉત્પાદન કરે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર 1,415 મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે અને તે પૈકી આઠ ટકા કચરાનો નિકાલ કરે છે.

આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 1.45 લાખ મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન થયો હતો. ઉત્પન થયેલા કુલ કચરા પૈકી 53 ટકા કચરાનો જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી સુધીમાં એટલે કે 2જી ઓક્ટોબર 2019 સુધીમાં દેશને જાહેરમાં શૌચાલયથી મુક્ત કરવા તેમજ 100 ટકા ઘન કચરાના નિકાલનો લક્ષ્યાંક રખાયો છે.

દેશમાં ઘન કચરાના વ્યવસ્થાપન એન નિકાલમાં ચંદીગઢ સૌથી ટોચનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે પ્રતિદિન 89 ટકા કચરાનો નિકાલ કરે છે તેમ આરટીઆઈમાં જણાવાયું છે. ચંદીગઢ રોજ 1,650 મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે. ગુજરાત રાજ્ય પ્રતિદિન 10,721 મેટ્રિક ટન કચરો ઉત્પન કરે છે અને તે પૈકી 74 ટકા કચરાને પ્રોસે સકરી નિકાલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *