ફાનીનો કહેર -ઓડિશામાં ૧૨ અને બાંગ્લાદેશમાં ૫ લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન, હજારો લોકો બે ઘર.

Contact News Publisher

ઓડિશામાં ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સ અખબાર 16 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવે છે. અખબારના કહેવા મુજબ સત્તાધિકારીઓ માને છે કે આ આંકડો હજી વધી શકે છે. ઘણાં એવા વિસ્તારો છે જ્યાં બચાવ ટુકડીઓ નુકસાનના આકલન માટે હજી પહોંચી શકી નથી. આ દરમિયાન નેવી અને એનડીઆરએફની ટૂકડીઓ બચાવ કાર્યમાં પહોંચી છે.  ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે રાહત કૅમ્પો હજી 15 દિવસ ચાલુ રહશે અને ત્યાં લોકોને રાંધેલુ ભોજન આપવામાં આવશે એમ કહ્યું છે. તેમણે વીજળી અને પીવાનું પાણી લોકોને ઝડપથી મળી રહે તે માટે યુદ્ધને ધોરણે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે.  તેમણે કહ્યું કે સ્થિતિ ખૂબ ખરાબ છે અને આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત થઈ છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાની મુલાકાત લેવાના છે. પૂરીના ખાસ રાહત અધિકારી કહ્યું કે વાવાઝોડાનો સમય પૂરો થયો છે પરંતુ તેને લીધે મોટાપાયે નુકસાન થયું છે. એક મળતા અહેવાલ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *