આ પ્રાઈવેટ સ્કૂલ વાળા કેવા ઉઠાં ભણાવે છે !

Contact News Publisher
મિત્રો આજે ખાસ કરીને સરકારી સ્કૂલ વર્સીસ પ્રાઇવેટ સ્કુલ વચ્ચે રીતસર એક મેચ ચાલી રહી છે. દિલ્હીમાં સરકાર ‘આમ આદમી’ છે ,વાત આપણે આમ આદમી નથી કરવી, અને તે પક્ષનીય નથી કરવી ,પરંતુ વાત કરવી છે દીર્ઘદ્રષ્ટિની.
આજે દિલ્હીની સરકારી સ્કુલો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પ્રાઇવેટ સ્કૂલો ની તમામ સુવિધાઓને ક્યાંક પાછળ મુકીદે દે એવી છે .
(દિલ્હીની સરકારી સ્કૂલ)
આજે દિલ્હી ની સરકારી સ્કૂલ સામે પ્રાઇવેટ સ્કૂલ ગોઠણીયે પડી ને બેઠી છે, મિત્રો આવું સમગ્ર ભારતમાં થઇ શકે છે. શા માટે વાલીઓ સરકારી સ્કુલ પ્રત્યે ઉદાસીન છે ? આ તમામ વેદના સરકારી સ્કૂલનાં માસ્તરને , સ્કુલના શિક્ષકને  થતી હશે ,અને ઘણા વાલીઓને પણ થતી હશે.
આજે પ્રાઈવેટ સ્કૂલમાં પોતાના બાળકોને ભણવાની દોડ અને એક ઘેલું તમામ વાલીઓમાં જોવા મળે છે.
ત્યારે આવી જ એક પીડા એક સરકારી સ્કૂલનાં શિક્ષક ને થઈ છે. આ રચનાને ,આ વાતને એક શિક્ષક બરાબર સમજી શકે, એક વાલી બરાબર સમજી શકે, પરંતુ શું આપને સમજી શકશું ?
 એક રચના જે તારીખ ૪ ,૫, ૨૦૧૯, નાં આર. આર. ગજ્જર નાં નામે ” મારી વેદના કેવા ઉઠાં ભણાવે છે” વાળા શીર્ષક સાથે મને મળી , વાંચી અંદર બધું હલબલી ગયું.  આ  રચના મને વોટ્સએપ ઉપર સેન્ડ કરી  ઓલ્ફ્રેડ હાઇસ્કુલનાં પ્રિન્સિપલ વાઘેલા સાહેબે.  આ રચના હું આપની સમક્ષ રજૂ કરું છું.
 વિષય છે ‘મારી વેદના- કેવા ઉઠાં ભણાવે છે’ મિત્રો રચના વાંચી અને જો આપને પણ કંઈક સરકારી સ્કુલ પ્રત્યે જો થોડી ઘણી પણ લાગણી ઉદભવે તો આ લીંક વધુને વધુ લોકોમાં શેર કરજો .
રચના છે :
મને એ જોઈ હસવું હજાર વાર આવે છે ,
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે.
 પંચરંગી યુનિફોર્મ, ને પીળા રંગની ગાડી ,
ગામડે ગામડે થી છોકરા વીણી લાવે છે.
 ભાડું વસૂલે મસમોટુ ,
અને વળી એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવે છે .
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે .
અદ્યતન સુવિધા, એસી ક્લાસ રૂમ,
ને વળી વિશાળ પ્લે ગ્રાઉન્ડનાં નામે બેનર છપાવે છે. કોમ્પલેક્સમાં સ્કૂલો ચલાવી, સર્વાંગી વિકાસ બતાવે છે.
 આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે.
 બે જોડી યુનિફોર્મ ,અસાઈનમેન્ટ, બૂટ-મોજા ,બેલ્ટ અને ટાઈ થી ટેણીયાને ટનાટન બનાવે છે .
‘ઇન્ફોર્મ’ વાલીઓના ખિસ્સા ખંખેરી હાટડીઓ ચલાવે છે.
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે.
 ગણિતમાં સો  એ તો સમજ્યા ભાઈ, ને વળી ગુજરાતીમાંય સો !
 આઈન્સ્ટાઈન અને અખો ,એક સાથે બનાવે છે .
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે .
કે.જી. નું બાળક ચિત્રમાં ૯૮, સંગીતમાં ૯૭ ,
પિકાસોને રોવડાવી, મારા રહેમાનને શરમાવે છે.
 આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે .
 ઇંગ્લીશ મીડીયમ નું ગર્વ, અને ગુજરાતી ની સુગ,
 ગુજરાતમાં જ રહીને મેઘાણી, કલાપી કે પછી તુષાર શુક્લની સામે જ રોલેટ એક્ટ ચલાવે છે .
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે.
 નન  ક્વોલિફાઈડ સ્ટાફ ,ને પાછુ ગુણવત્તાવાળું શિક્ષણ !
 શું મારો ચલાવે છે !
 નેવું નો ક્લાસ, નેવુંયે બાળકોને નેવું ઉપર ટકા આવે છે.
આ પ્રાઇવેટ વાળા કેવા ઉઠાં ભણાવે છે.
 અમારે ત્યાં તો પંદરમી એ પાંચ , છવ્વીસમીએ સાત ની સંખ્યા માં આવતા વાલી,
 સવારે સાત વાગે ને બપોરે બાર વાગ્યે , બબ્બેવાર બાળકની સાથે હાજરી પુરાવે છે !
ખરેખર હેં ‘ આ પ્રાઇવેટ વાળા કેવું રજવાડું ચલાવે છે’
 રચયિતા : આર. આર. ગજ્જર .
તારીખ ૪ મે ૨૦૧૯ .
 મિત્રો આ રચના આપને ગમી હશે, અને જો ગમી હોય તો તમારા whatsapp ગ્રુપ, ફેસબુક ,ટ્વિટર અને આપ  જેટલા પણ સોશિયલ મીડિયામાં જોડાયેલા હો તેમાં શેર કરજો.
જો દિલ્હીમાં “આમ આદમી” પાર્ટી ની સરકાર સરકારી શાળાઓને આધુનિક બનાવી શકતી હોય તો લાગે છે અન્ય રાજ્યો પણ આવું કરી શકે છે , જરૂર છે ઇચ્છાશક્તિ ની.
(દિલ્હીની સરકારી શાળાઓમાં અંગ્રેજીનાં વર્ગો)
 હાલ સ્કૂલ એડમિશનનો સમય છે ,અને આ એક સરકારી સ્કૂલ અને ખાનગી શાળા વચ્ચેની સ્પર્ધા એક શિક્ષકને સતાવી રહી છે. ત્યારે આશા રાખીએ કે આ રચના વાંચી આપની અંદર પણ કંઈક ઉથલપાથલ જરૂર થઈ હશે.
આ વાત અને વિચાર વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી અપેક્ષા.
મા આશાપુરા ન્યૂઝ .
ભુજ કચ્છ, ગુજરાત ભારત.

1 thought on “આ પ્રાઈવેટ સ્કૂલ વાળા કેવા ઉઠાં ભણાવે છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *