રશિયામાં મોટી વિમાન દુર્ઘટના,આગમાં ૪૧ લોકો જીવતા ભડથું થયા.

Contact News Publisher

રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવાર ઈમર્જેન્સી લેન્ડિંગ દરમિયાન .. મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવાર ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન સુખોઈ સુપરજેટ ૧૦૦ પેસેન્જર પ્લેનમાં આગ લાગી ગઈ, જેમાં ૪૧ લૌકોના મોત થઈ ગયા. મૃતકોમાં બે બાળકો પણ શામેલ છે. ઘટના મોસ્કો એરપોર્ટ પર બની હતી. ઘણા યાત્રીઓને વિમાનની ઈમર્જેન્સી સ્લાઈડ્સમાંથી બહાર  કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા સુખોઈ પેસેન્જરે વિમાને મોસ્કો એરપોર્ટથી રશિયાના મરમાંસ્ક શહેર માટે ઉડાણ ભરી હતી. તેમાં ૭૩ યાત્રીઓ અને ૫ ક્રુ મેમ્બર્સ સવાર હતા. દુર્ઘટનાની તપાસ કરી રહેલી  ટીમના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ કહ્યું કે વિમાનમાં ઉપસ્થિત ૭૮  લોકોમાંથી માત્ર ૩૭  લોકો જ  જીવિત છે, એટલે કે ૪૧  લોકોના મોત થઈ ગયા છે.

1 thought on “રશિયામાં મોટી વિમાન દુર્ઘટના,આગમાં ૪૧ લોકો જીવતા ભડથું થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *