ભુજ ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવી બિલ્ડીંગનું ૧૧મી મે નાં ભૂમિપૂજન

Contact News Publisher

ભુજ ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવી બિલ્ડિંગ માટે મુન્દ્રા રોડ ખાતે રિલાયન્સ સર્કલ થી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જતા રિંગ રોડ ઉપર સરકારશ્રી તરફથી દસ એકર જમીન ફાળવવામાં આવેલ છે , આ જમીનનો કબજો પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે નવી કોર્ટ બિલ્ડીંગ માટે લઈ લીધેલ છે. આ જમીનની ભૂમિ પૂજન વિધિ નામદાર ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી એ. એસ.દવે સાહેબનાં હસ્તે તારીખ ૧૧, ૫, ૨૦૧૮,  ના રોજ સવારના ૮: ૩૦ કલાકે સ્થળ પર કરવામાં આવશે.

ભૂમિ પૂજન વિધિમાં નામદાર શ્રી ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ શ્રી અંજારિયા સાહેબ ,શ્રી એસ.એસ. વોરા સાહેબ ,તથા કચ્છ જિલ્લાના યુનિટ શ્રી જે.આર. ઉધવાણી સાહેબ હાજર રહેશે. આ અવસર ભુજ બાર એસોસિયેશન માટે તેમજ કચ્છના એક પરિવાર માટે ખુશીનો પ્રસંગ હોઈ, આ ખુશીના પ્રસંગને વધાવવા ભુજ બાર એસોસિએશન માં ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

ભૂમિપૂજનનાં એક દિવસ અગાઉ  ૧૦, ૫, ૨૦૧૯, ના રોજ રાત્રે ૮ : ૩૦  ડિસ્ટ્રિક્ટ કમ્પાઉન્ડમાં પધારતાં માનનીય મહેમાનશ્રીઓ સાથે સ્વરુચિ ભોજન પણ રાખવામાં આવેલું છે ,એવું શ્રી ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *