અમદાવાદમાં આજે બુધવારે ઓરેન્જ એલર્ટલ ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચશે.

Contact News Publisher
 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ ગરમીથી ત્રસ્ત શહેરીજનોને હજુ એમ ગરમીથી રાહત મળી જાય તેવા કોઈ સંકેત નથી. અમદાવાદનાં મહત્તમ તાપમાનને પારો 44 ડિગ્રી સેલ્સિઅસે પહોંચી જશે, તેવી ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે પણ શહેરનું મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સામાન્ય ડિગ્રી કરતાં 2.1 ડિગ્રી વધારે હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અન્ય ભાગોમાં પણ હીટવેવની આગાહી છે. ‘સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં તેમજ ખાસ કરીને રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે’ તેમ હવામાન વિભાગે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું.
એડવાઈઝરીના ભાગરૂપે હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, ‘આટલી ગરમી આમ તો સામાન્ય જનતા માટે સહનીય હશે પરંતુ નાના બાળકો, વૃદ્ધો અને બીમારીથી પીડાતા દર્દીઓએ આ દિવસોમાં ખાસ સાવચેતી રાખવી પડશે. આવા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ કોટન અથવા સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ. બપોર દરમિયાન બહાર નીકળવાનું થાય તો માથું ઢાંકવા ટોપી પહેરવી જોઈએ’. મંગળવારે 43.9 ડિગ્રી સેલ્સિઅસ ગરમી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ સમાચાર પણ જુઓ…

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

આ સમાચાર પણ નીહાળો

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

આ સમાચાર પણ નીહાળો

1 thought on “અમદાવાદમાં આજે બુધવારે ઓરેન્જ એલર્ટલ ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *