દસ્વીદાનીયા ચાણક્ય : 12 માં ધોરણનાં વિદ્યાર્થીઓ પાસે મંગાઈ અનોખી ગુરુદક્ષિણા 

Contact News Publisher

ભારતીય સંસ્કૃતિમાં જયારે શિષ્ય શિક્ષા પ્રાપ્ત કરી પરત જાય છે ત્યારે એને મળેલી શિક્ષા નાં ઋણ સ્વરૂપે એ પોતાનાં ગુરુને દક્ષિણા આપે છે . પણ ભુજ માં આવેલી ચાણકય એકેડેમીએ વિધાર્થીઓ પાસે અનોખી જ ગુરુદક્ષિણા માંગી હતી.

આપણે જરૂર મળીશુ એ વિષયને લઈને ચાણકયમાં અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો , પણ એ કાર્યક્રમ માત્ર ચાણક્ય એકેડમીનાં એક ખંડ માં પૂરાઈ ન રહે તે માટે થયું કે આપની સમક્ષ પણ આ સંદેશ પહોંચવો જોઈએ , અને આશા એ પણ છે કે આપ પણ આ અનોખી પહેલને આપનાં મિત્રો , પરિવાર સુધી પહોંચાડો.

આ કાર્યક્રમ અંતર્ગત ચાણક્ય એકેડેમી એ 12માં ધોરણનાં વિધાર્થીઓને ઔપચારિક રીતે માર્કશીટ ન આપીને વિદ્યાર્થીઓ અહીંથી જઈ સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરે એ અપેક્ષાઓ સાથે ગુરુદક્ષિણા રૂપે કંઈક માંગવામાં આવ્યું , માર્કશીટ વિતરણ વખતે એકેડેમીએ વિધાર્થીઓ પાસે જે ગુરુદક્ષિણા માંગી એ જોઈ આપ પણ ચકિત રહી જશો.

કે.જી. માં એડમીશન લઈ ને 12માં ધોરણ સુધી ની માસૂમિયત થી કિશોર અવસ્થા સુધીની રોમાંચક સફર દરમિયાન કદમ હરકદમ શિષ્યો સાથે રહેલા ગુરુજનો એ ગુરુદક્ષિણામાં શિષ્ય પાસેથી ત્રણ વસ્તુઓ ની માંગણી કરી ૧, સૌ પ્રથમ એમણે માંગ્યું જ્યારે પણ તમે સમાજમાં બદલાવ કરી શકો એવું વ્યક્તિત્વ બનો ત્યારે સૌપ્રથમ ઇન્ડિયા અને ભારત વચ્ચેની ભેદરેખા ભૂંસવાનો દિલથી પ્રયત્ન  કરજો.

ભારતમાં ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારમાં વસેલા એવા ઘણા બધા લોકોના ભોગે આપણે શહેરી વિસ્તારના લોકો ઘણી બધી સુખ-સુવિધાઓ પામ્યા છીએ. એ સમયે એ પણ એના હકદાર હોવા છતાં પાયાની સુવિધાઓ થી વંચિત રહે છે ,તો એક સુશિક્ષિત ભારતીય તરીકે ભારતમાં રહેલા તમામ લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ અંગે કાર્ય કરવાની  દરેક ભારતીયોની ફરજ છે.

૨, બીજું માંગ્યું કે આપણા ઉપર જન્મથી કરી અને યુવાવસ્થા સુધી અનેક લોકોના સીધા કે આડકતરા નાના-મોટા ઉપકારો હોય છે. એમની સંવેદનાઓથી આપણું જીવન ઘડાયું હોય છે. એક ઉપકારોના બદલા રૂપે આપણે જ્યારે મોકો મળે ત્યારે શિક્ષણથી વંચિત રહી ગયેલા એક બાળકને એનો અભ્યાસ પૂરો કરવામાં તન મન અને ધનથી સાથ સહકાર આપજો.

૩, ત્રીજું માંગ્યું કે આ પૃથ્વી ઉપરના પર્યાવરણ થકી આપણું જીવન ટકેલું છે જેનું આપણે વળતર ચૂકવી શકીએ એટલા સમર્થ નથી. પણ એવા નગુણા પણ નથી કે આપણે બિલકુલ વળતર ચૂકવીએ નહીં.  ભાવિ પેઢીનાસુખ રૂપ જીવન કલ્યાણ અર્થે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવજો અને ઉછેરજો. વૃક્ષ વટવૃક્ષ ન બને ત્યાં સુધી એની કાળજી લેજો.

આવી ત્રણ વસ્તુઓ ગુરુજનોએ ગુરુદક્ષિણામાં માંગી એની પાછળના કારણો પણ સમજાવ્યા કે જ્યારે તમે પર્યાવરણ, અન્ય વ્યક્તિના વિકાસનું અને વ્યક્તિના ઉત્થાન માટે મનમાં સંકલ્પ કરો છો, એનું જતન કરવાનો વિચાર કરો છો ત્યારે તમારી અંદર પ્રેમની સરવાણી છૂટે, આનંદ ની રસધારા છુટે અને આ હકારાત્મકતા ના સ્વરૂપમાં પલટાય અને આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ સ્વયંભૂ દૂર થાય. જીવન હળવું, શાંત અને મજાનું બને આપણે જીવન યાત્રા અદભુત રીતે પસાર થાય.

મજાની વાત તો ત્યારે બને છે કે જયારે આ ત્રણ વચનો ગુરુદક્ષિણા સ્વરૂપે વિધાર્થીઓ પાસે માંગવામાં આવ્યા ત્યારે શિષ્યો પણ સવાયા સાબિત થઈ ગુરુજનોને વચન આપ્યું કે અમો આપે માંગ્યું છે એનાં કરતાં વિશેષ સમાજ ,નાગરિક અને  દેશને આપીશું.

અંતે ગુરુ અને શિષ્યો સાથે ભોજન લઈ , કંઈક નવું કરવાનાં સ્વપ્નો સાથે છૂટ્ટા પડ્યા, જોકે છૂટા પડ્યા એમ ન કહેવાય , કારણ આ પૃથ્વી ગોળ છે , એટલે દસ્વીદાનીયા…..

(આ સ્ટોરી પણ જુઓ ) : https://youtu.be/nfICLnTExXc

Kachchh’s No.1 News Channel

” Maa Ashapura News ”

Our Social Media

1 . Youtube :

maa news live

https://www.youtube.com/channel/UCTjbLFJBeYsFjWCnu8bbeUw

  1. Facebook :

maa news live Page

https://www.facebook.com/Maa-News-Live-Page-Jaam-Jaymalsinh-AB-Jadeja-355501091549263/?ti=as

  1. Facebook :

maa news live group

https://www.facebook.com/groups/1103818763086616/

  1. Twitter :

@jaymalsinhb

  1.  Website :

www.maanewslive.com

Home

  1. Android Application :

maa news live

Download Maa News Live from Play Store free

https://play.google.com/store/apps/details?id=in.aaaos.maanewslive

7.Email :

jaymalsinhjadeja@gmail.com

  1. Whatsapp :

94287 48643

97252 06127

97252 06136

  1. Our Team :

97252 06123 to 37 ,

72260 06124 to 33 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *