zomato ના સેકંડો કર્મચારીની હડતાલ :બકરીઇદ નિમિતે સુઅર,ગાયનું માંસ ડિલિવરી નહિ કરતા ધમકી આપતા કર્મચારીઓ વિફર્યા

Contact News Publisher

ખોરાક ડિલિવરી કરતી કંપની ઝોમેટોના ફૂડ ડિલિવરી કરતા સેંકડો કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે કર્મચારીઓનો આરોપ છે કે તેની પાસે કંપની જબરજસ્તી સુઅર અને ગાયનું માંસ ડિલિવરી કરાવાય છે આનાકાની કરતા ધમકી અપાય છે જેના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી તેઓ હડતાલ પર છે કર્મચારીઓનું કહેવું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં બીફ અથવા પોર્કની ડિલિવરી નહીં કરે.
હડતાલ પર બેઠેલા કર્મચારીઓનું કહેવું છે કે તેની પાસેથી બળજબરી પૂર્વક કામ કરાવતું હતું જે તેને મંજુર નથી તેઓએ બકરીઇદ પર બીફ અથવા પોર્કની ડિલિવરી કરવાની મનાઈ કરવા સાથે કહ્યું કે ધાર્મિક ભાવના સાથે છેડછાડ કરતી કંપની પાસે વેતન વધારવાની પણ માંગ કરી છે એટલા માટે હિન્દૂ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો હડતાલપર જોડાયા છે
બંને સમુદાયના સ્ટાફ હડતાળમાં છે અને કહે છે કે તેઓ પોતાની ધાર્મિક માન્યતા વિરુદ્ધ જઈને ફૂડની ડિલિવરી નહીં કરે જયારે ઝોમેટોના ઓર્ડરની ડિલિવરી કરતા મોહિસન અખ્તરે કહ્યું કે હાલમાં કંપની સાથે કેટ્લીક મુસ્લિમ રેસ્ટોરાં જોડાય કછે પરંતુ ડિલિવરી કરતા કેટલાક હિન્દૂ છોકરાઓ બીફની ડિલિવરી કરવા ઇન્કાર કરે છે કેટલાક દિવસોમાં પોર્કની પણ ડિલિવરી આવી પડશે પરંતુ અમે તેની ડિલિવરી નહિ કરીએ મોહસીને કહ્યું કે આ તમામ ઘટનાઓ હિન્દૂ મુસ્લિમના ભાઈચારાની પ્રભાવિત કરે છે તેને આરોપ લગાવ્યો કે કંપનીને બધી ખબર હોવા છતાં મદદ કરવાને બદલે ધમકી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News