કચ્છમાં હજુ પણ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી

Contact News Publisher

ગુજરાતમાં વરસાદે જે રાઉન્ડ લીધો છે તેના લીધે લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદના લીધે સંપર્ક તૂટી ગયો છે. હજુ પણ ભારે વરસાદ કચ્છમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હજુ પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સોમવારે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છે. ત્યાર બાદ મંગળવારે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે.કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News