6 ફૂટ લાંબો મગર ભુજ એરપોર્ટ રિંગ રોડ પાસે નીકળતા લોકોમાં ભય અને ફફડાટ

Featured Video Play Icon
Contact News Publisher

વરસાદ પડતા વન્યજીવો હોય કે જળચર હોય, એ જંગલ છોડી પોતાના પરંપરાગત રહેવાના સ્ત્રોત છોડી અને હવે માનવ વસાહત તરફ આવી જાય છે, ત્યારે એ ચિંતા ,સંશોધન અને આ ક્ષેત્રે વિચારવાનો સમય આવી ગયો છે .જંગલો કપાઈ રહ્યા છે, પરંપરાગત પાણીના સ્ત્રોતો ને અડચણરૂપ બની એનામાં દબાણ કરવા અને પરંપરાગત પાણીનાં સ્ત્રોતો સાથે છેડછાડ કરીને જડચરો ને પણ આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન અને ખલેલ પહોંચાડી રહ્યા છીએ.
ત્યારે હવે જળચરો પોતાની જગ્યા છોડી અને માનવ વસવાટ તરફ આવી રહ્યા છે ,વડોદરામાં પણ શેરીઓમાં મગર દેખાયાનો વીડિયો વાયરલ થયો ,એવી જ રીતે ભુજ એરપોર્ટ રીંગ રોડ ઉપર પણ છ ફૂટ જેટલો લાંબો મગર આવી જતા લોકોમાં કુતૂહલ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું .
વનવિભાગની કામગીરીને કારણે, રેસ્ક્યુ ઓપરેશનને કારણે ઘાયલ મગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો ,પરંતુ માનવ વસાહતો તરફ જળચરો અને જંગલના જીવો આવી રહ્યા છે એ એક ચિંતાનો અને વિચારવાનો વિષય બન્યો છે.

અહેવાલ : કિરણ ગોરી
97252 06128

Youtube : maa news live.
Android app : maa news
Whatsapp : 94287 48643
97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *