આવતીકાલથી રોકડ વ્યવહારો પર કસાશે લગામ : બદલાઇ જશે તમામ નિયમ

Contact News Publisher

અર્થતંત્રમાં રોકડ વ્યવહારો પર કાબૂ મેળવવા માટે  તા.૧લી સપ્ટેમ્બરથી રૃ.૧ કરોડથી વધુ રકમના રોકડ વ્યવહારો ઉપર 2 ટકા ટીડીએસ કાપી લેવાની જોગવાઇ અમલી બનશે. જોકે હજી આ મુદ્દે ઘણી બધી સ્પષ્ટતાની રાહ જોવામાં આવી રહી છે તેના પગલે વિવિધ બજારોમાં રિઝર્વ બેંક દ્વારા છેલ્લામાં છેલ્લી શું માહિતી આવે તેની ઉપર મીટ માંડવામાં આવી છે. બીજી તરફ હજી શહેરના ઘણા બધા વેપાર ધંધાર્થીઓ પણ આ ટીડીએસના મુદ્દે હજી અવઢવમાં જ છે, અને તેઓ કરવેરા સલાહકારોની પાસેથી સલાહ મેળવી રહ્યા છે.
માર્કેટ યાર્ડ, કાપડ બજાર, રેડીમેઈડ ગારમેન્ટ, કન્સ્ટ્રક્શન સેક્ટર તેમજ મોટાભાગે રોકડના વ્યવહારો ધરાવતા વિવિધ સેક્ટરમાં હવે કયા પ્રકારે વ્યવહારો કરવા અને તેનો ખર્ચ કેવી રીતે કયા બજેટ હેડ હેઠળ મૂકવો તે અંગે પણ વેપારીઓ અસમંજસમાં મૂકાયા છે.

૧લી સપ્ટેમ્બરથી કોના પર ટીડીએસ લાગશે

– ટીડીએસ ૨ ટકા લેખે બેન્ક,પ્રાઇવેટ બેન્ક,સરકારી બેન્ક,.પોસ્ટ ઓફિસ કાપશે .
– એક બેન્કના એક જ ખાતામાંથી એક કરોડથી વધારેનો રોકડ ઉપાડ હોય ત્યારે
– ૧.૯.૧૯ પછી જો ઉપાડ થયો હોય તો ૨ ટકા ટીડીએસ લાગશે
– ૧ કરોડ ૫ લાખનો ઉપાડ હોય તો ૫ લાખ ઉપર ટીડીએસ કપાશે.
– કંરટ ,સિવિગ્સ કે કોઇ પણ પ્રકારનુ ખાતુ હશે તેના પર ટીડીએસ લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News