બેન્કોના મર્જરની કચ્છનાં સામાન્ય લોકોને થશે કેવી અસર? જાણો અહેવાલ

Contact News Publisher

સરકારી બેન્કોના મર્જરથી ખાતાધારકોના એકાઉન્ટ પર કોઈ અસર નહીં થાય પણ કચ્છીઓનું થોડુક કામ તો જરૂર વધશે જ. બેન્કના ખાતાધારકોની પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડમાં મોટા ફેરફાર થઈ શકે છે. મર્જર પછી ખાતાધારકોએ નવી ચેકબુક, પાસબુક અને એટીએમ કાર્ડ બનાવવા પડશે. બેન્ક જે પણ નિર્ણય લેશે તેના અંગે કચ્છનાં ગ્રાહકોને પહેલા જાણ કરશે. આના માટે બેન્ક ગ્રાહકને સમય આપશે જેવી ગ્રાહકોને નવી ચેકબુક અને પાસબુક મળી શકે.
મર્જર પછી આ બેન્કોમાંથી પૈસા ઉપાડવા માટે નિર્ધારીત મર્યાદા સુધી કોઈપણ એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જ નહી લાગે. બેન્કોની બધી બ્રાંચના આઈએફએસસી કોડ પણ ભવિષ્યમાં બદલાઈ શકે છે. આ અંગેની જાહેરાત બેન્કો ટુંક સમયમાં કરશે. મર્જર થવાથી ગ્રાહકોને પહેલા કરતા સારી ફોન બેન્કીંગ, નેટ બેન્કીંગ અને મોબાઈલ બેન્કીંગ સુવિધાઓ મળી શકશે. બેન્કોની બ્રાંચ અને એટીએમના મોટા નેટવર્કનો લાભ ગ્રાહકોને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *