ATM અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર નવો નિયમ લાગૂ, જાણો તમામ વિગત

Contact News Publisher

RBIએ બેંકોને પોતાના ગ્રાહકોને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે ઇ-મેન્ડેટ ફેસિલિટી આપવાનું કહ્યું છે. આ સુવિધા નાની રકમ વાળા રિકરિંગ એટલે કે નિયમિત રીતે થતી ચુકવણી માટે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લઈને આ નિયમ 1 સપ્ટેમબર, 2019થી લાગૂ થઈ ચુક્યો છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત બેંક ખાતાઓ માટે ઉપલબ્ધ હતી, જે અંતર્ગત ખાતા ધારકો દર મહિને પોતાના ખાતામાંથી કોઈ ચોક્કસ રકમ કપાવાની મંજૂરી આપતા હતા.

હવે આ ઇ-મેન્ડેટ સુવિધા તમામ પ્રકારના ડેબિટ, ક્રેડિટ કે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ (ઓનલાઇન વોલેસ્ટ્સ) માટે ઉપલબ્ધ હશે. RBIના સર્ક્યુલર પ્રમાણે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે બેંકને પોતાનો ઈ-મેન્ડેટ અટલે કે મંજૂરી આપી શકે છે, જે બાદમાં પહેલાથી નિર્ધારિત રકમ તેના ખાતામાંથી કપાશે.

જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો તમારે આ માટે AFA (Additional factor of authentication) સાથે એક વખત રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવી પડશે. ઇ-મેન્ડેટમાં પ્રથમ વખત રિકરિંગ ટ્રાન્ઝેક્શન કરવા પર તમારે AFAનું વેલિડેશન કરવું જરૂરી બનશે. ઇ-મેન્ડેટથી રિંકરિંગ ટ્રાન્ઝેક્શન એવા જ કાર્ડથી થશે જે નોંધાયેલા છે અને તેના ઑથેન્ટિકેશન પછી પ્રથમ ટ્રાન્ઝેક્શન થઈ ચુક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *