ભુજની કલેક્ટર કચેરી સામે જ રખડતા ઢોરોએ જમાવ્યો અડિંગો

Contact News Publisher

છેલ્લા લાંબા સમયથી ભુજ શહેરમાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યા ચાલતી આવી છે ત્યારે રેમ્યા મોહન કચ્છથી બદલી પામી રાજકોટ ગયા છે ત્યારે તેમની જગ્યાએ એમ.નાગરાજનએ ચાર્જ સંભાડ્યો છે ત્યારે આ પડકારજનક રખડતા ઢોરોની ગંભીર સમસ્યા ઉકેલ લાવવા શહેરીજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

હાલમાં એક જાગૃત નાગરિક શીતલ રવિવારે કલેક્ટર કચેરી પાસેથી પસાર થયા ત્યારે કલેક્ટર કચેરી સામે જ રખડતા ઢોરોએ અડિંગો જમાવેલો જોવા મળતા તેઓએ તે વિડીયો માં આશાપુરા ન્યુઝને મોકલાવ્યો હતો જે પરથી તંત્ર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાયને આપણે માતા તરીકે આપણે પૂજતા હોઈએ છીએ ત્યારે તેના માલિકો તેમને રખડવા માટે છૂટી મૂકી દેતા હોય છે ત્યારે હાલમાંજ ચાર્જ સંભાળેલા એમ.નાગરાજનએ રખડતા ઢોરોના માલિકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. સંપૂર્ણ આહેવાલ તેમજ વિડીયો જોવા માટે ક્લિક કરો :https://youtu.be/qe-SofUlUF0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *