આગામી બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

Contact News Publisher

લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસવાનું અવિરત ચાલુ છે. કચ્છમાં 142 ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. હવામન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીનાં પગલે 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

1 thought on “આગામી બે દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

  1. મોરારી બાપુ મહાન છે. જે પણ કહયું છે. તે સાચું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *