કિડાણાના તળાવમાં ૨૪ કલાકમાં મૂર્તદેહ મળ્યાની બીજી ઘટના

Contact News Publisher

ગાંધીધામ તાલુકાનાં કિડાણા ગામમાં આવેલું તળાવ ગઇકાલથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઇકાલે આ જ તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળવા પામ્યો હતો, જે બાદમાં તેની ઓળખ થતાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી ગોમતીબેન જગભાઈ કોળી જે શહેરના ભરતનગરના રહેવાસી હતા.

તો આજે આ સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ આજે ફરી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ તેની નામ-સરનામું શોધવા માટે કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મૃતક યુવાનની ઓળખ થતાં તે યુવાન કીર્તિ ગોવિંદભાઇ પાતારિયા તે દૂધઈ ગામના ને હાલ મહેશ્વરીનગર ના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતું. આ ઘટના સંદર્ભે નો વિડીયો જોવા માટે ક્લિક કરો : https://www.youtube.com/watch?v=8r3A-eRiq4U

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News