ચેતજો ! આજે હોસ્પિટલ રોડથી જ્યુબિલી સર્કલ સુધીના વિસ્તારમાં દબાણ હટાવાશે

Contact News Publisher

ભુજમાં ગઈ કાલે ટ્રાફિક પોલિસ દ્વારા કલેક્ટરને કરાયેલા રિપોર્ટ બાદ કલેકટરના આદેશથી છઠ્ઠીબારીથી લાલ ટેકરી માર્ગે શુક્રવારે સવારથી ઢળતી સાંજ સુધી ટ્રાફિકને નડતર રૂપ દબાણ હટાવ ઝુંબેશ ચાલી હતી, જેમાં દુકાનોની હદ બહાર લાગેલા બોર્ડ, બેનર ઉપરાંત છાપરાઓથી બનાવેલી છત તોડી પડાઈ હતી. તો બીજી બાજું જાહેર માર્ગો ઉપર હાથલારી રાખનારાને પણ હટાવાયા હતા.

તેવામાં ફરી આજે શનિવારે આગળ ધપશે અને તબક્કાવાર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોને આવરી લેવાશે, જેમાં પાર્કિંગ પ્લોટમાંથી પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ વાહન ફેરવીને દબાણકારોને સ્વૈચ્છાએ દબાણો હટાવી લેવા પણ અનુરોધ કરાયો હતો, જેમાં સહકાર આપવા જાહેર જનતાને અપીલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News