કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ : ૨ ઓકટોબરે મેઘરાજા લેશે વિદાય

Contact News Publisher

હિક્કા વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને પગલે કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. અત્યાર સુધી કોરા રહેલા ગાંધીધામમાં પણ ગઈ કાલે સાંજથી માહોલ બદલાયો હતો અને ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

વરસાદને પગલે ગાંધીધામ રેલવે સ્ટેશન તેમજ બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. કંડલાના કાંઠાળ વિસ્તારોને ધમરોળતી મેદ્યસવારી મુન્દ્રા અને અબડાસાના કાંઠાળ વિસ્તાર સુધી પહોંચી હતી અને અબડાસામાં અઢી ઇંચ તેમજ મુન્દ્રામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે નખત્રાણા પંથકમાં પણ જોરદાર ઝાપટા સાથે એક ઇંચ પાણી પડી ગયું હતું. તે સિવાય કચ્છમાં રાપર, લખપત અને માંડવીમાં ઝાપટા, જયારે ભુજમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો.

1 thought on “કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ : ૨ ઓકટોબરે મેઘરાજા લેશે વિદાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *