શ્રદ્ઘાનું આત્મબળ : વરસાદ વચ્ચે મઢ તરફ પદયાત્રીઓની સફર અવિરત જારી

Contact News Publisher

છેલ્લા બે દિવસ થયા કચ્છમાં વરસાદને પગલે પદયાત્રીઓ માટે મુશ્કેલીના મંડાણ થયા છે. જોકે, ગઈકાલે સારો એવો વરસાદ હોવા છતાંયે પદયાત્રીઓ અને સેવાકેમ્પના સેવાભાવી માઇભકતોની અનોખી શ્રદ્ઘાના દર્શન થયા હતા.

ટાઢ, તડકાને સહન કરનાર પદયાત્રીઓની સફર વરસાદ અને વરસાદી માહોલ વચ્ચે પણ ચાલુ રહી હતી. વરસાદ પણ શ્રદ્ઘાળુઓની શ્રદ્ઘાને ડગાવી શકયો નથી. એજ રીતે, સેવાકેમ્પમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું, પણ, માતાના મઢ તરફ ડગ માંડનાર પદયાત્રીઓ અને વાહનચાલકોની સેવામાં સેવાકેમ્પ વરસાદના વિઘ્ન વચ્ચેય ધમધમતા રહ્યા હતા. આજે શનિવારે સાંજથી માતાના મઢ મદયે ઘટસ્થાપન સાથે અશ્વિની નવરાત્રિનો પારંભ થશે. રાત્રે ૮ કલાકે દેશદેવી મા આશાપુરાના મંદિરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે દ્યટ્ટ સ્થાપન વિધિ થશે. આ દ્યટસ્થાપન વિધિ બાદ અશ્વિન નવરાત્રિનો પારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News