સૌથી મોટા ધર્મયુદ્ધના માત્ર ૪ કલાક બાકી ! CJI ગોગોઇએ કડક શબ્દમાં કહ્યું બહુ થયું ‘ ૫ મતલબ ૫’

Supporters of the Temple at the Supreme Court in New Delhi , where the heairng in the Ayodhya Babri case was underway on thursday. Express Photo by Tashi Tobgyal New Delhi 100119

Contact News Publisher

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર અંતિમ સુનવણી શરૂ થઇ ગઇ છે. દરરોજ સુનવણીનો આજે 40મો દિવસ છે અને આજે અંતિમ દિવસ પણ છે. બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનવણી શરૂ થતાં જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ એ ચર્ચાની ડેડલાઇન નક્કી કરી દીધી. ચીફ જસ્ટિસે કહ્યું કે હવે કોઇ વચ્ચમાં ટોકા-ટોકી કરશ નહીં, ચર્ચા આજે જ સાંજ 5 વાગ્યે ખત્મ થઇ જશે. બુધવારના રોજ જ્યારે સુનવણી શરૂ થઇ તો તમામ પક્ષકારોએ પોતાની તરફથી લેખિત નિવેદન કોર્ટમાં રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ દરમ્યાન કોઇપણ ટોકા-ટોકી પર ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું છે કે હવે બહુ થયું સાંજે પાંચ વાગ્યે આ કેસમાં સુનવણી પૂરી થઇ જશે અને આ ચર્ચાનો અંત આવી જશે.

ઉલ્લેખનીય છેકે આની પહેલાં પણ ચીફ જસ્ટિસ કેસની સુનવણીની ટાઇમલાઇન પર આકરું વલણ અપનાવી ચૂકયા છે અને તમામ પક્ષોને ઝડપથી ચર્ચા પૂરી કરવાની અપીલ કરી ચૂકયા છે. આની પહેલાં પણ જ્યારે મંગળવારના રોજ વકીલોએ વધુ સમય માંગ્યો હતો ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જો આવી જ રીતે ચાલતું રહેશે તો દિવાળી સુધી ચર્ચા ચાલુ રહેશે.

આપને જણાવી દઇએ કે બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષકાર પોતાની અંતિમ દલીલો મૂકી રહ્યા છે. હિન્દુ પક્ષની તરફથી તમામ પક્ષકારોને પોતાની દલીલ રાખવા માટે 45-45 મિનિટનો સમય આપ્યો છે, સાથો સાથ મુસ્લિમ પક્ષની તરફથી વકીલ રાજીવ ધવનને એક કલાકનો સમય અપાશે. સુપ્રીમ કોર્ટની કડકાઇ જોતા સ્પષ્ટ છે કે આનાથી વધુ સમય કોઇ વકીલને મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News